SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વળી દેવલોકમાં પણ આપણે બંને મહર્દિક દેવો થયા છીએ. આ જ એકબીજાના સંબંધ વિનાનો આપણો છઠ્ઠો ભવ છે.” (૭) (હવે ચિત્ર કહે છે) “તારા વડે વિચારીને (આર્તધ્યાન કરાઈને) નિદાન કર્મ બંધાયું. તે કર્મના ફલ-વિપાક વડે આપણે વિયોગ પામ્યા.” (૮) તેથી બ્રહ્મદત્ત (સંભૂતિનો જીવ) કહે છે” મારા વડે પહેલા કરાયેલા સત્ય, શૌચ (નિર્માયતા) વડે બંધાયેલા (શુભ) કર્મને હું આજે ભોગવું છું. શું ચિત્ર પણ તે (શુભકર્મને) તે પ્રમાણે ભોગવે છે ? (૯) હવે ભિક્ષુ હોવાથી નથી ભોગવતો માટે શું તારું શુભ કર્મ વિફલ થયું ? (ચક્રી એ કહ્યું ત્યારે આમ મુનિ (ચિત્રનો જીવ) બોલ્યો “મનુષ્યોનું બધું સારું કરાયેલું આચરણ સફળ જ છે. કરાયેલા કર્મોનો મોક્ષ નથી. ઉત્તમ અર્થ અને કામો વડે મારો આત્મા પુણ્યફળથી યુક્ત જ છે. (૧૦) હે સંભૂતિ ! તું જેમ પોતાને (પુણ્યફળથી યુક્ત) જાણે છે તે જ રીતે ચિત્રને મહાનુભાગ, મહર્દિક, પુણ્યફળથી યુક્ત જાણ. હે રાજન્ ! તેને પણ (ચિત્રને પણ) ઋદ્ધિ અને વ્રુતિ ઘણી જ છે. (૧૧)મહાન અર્થવાળી,વચન વડે અલ્પભૂત (થોડા જ વચનવાળી) ગાથા (દેશના) નરસંઘની વચ્ચે ગવાય છે જેનાથી (જે સાંભળીને) શીલ અને ગુણોથી યુક્ત એવા ભિક્ષુઓ અહીં (પ્રવચનમાં) યતના કરે (પ્રવર્તે) છે, હું પણ (તે સાંભળીને) શ્રમણ થયો. (મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે ચક્રી પોતાની સંપત્તિ વડે નિમંત્રણ કરતાં કહે છે.) (૧૨) ઉચ્ચોદય, મધુ, કર્ક, મધ્ય (‘વ’ શબ્દથી ગ્રહણ કર્યો) અને બ્રહ્મા એ પાંચ (પ્રધાન મહેલો) અને ૨મ્ય એવા બીજા ભવનો (વáકિરતન વડે મને) અપાયા. પંચાલ દેશના (અતિસમૃદ્ધ દેશ) ગુણોથી (ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયોથી) યુક્ત, વિવિધ પ્રકારના ઘણા ધનવાળા એવા આ ઘરને તું પાળ (ભોગવ) (૧૩) અને વળી નૃત્યો, ગીતો અને વાજિંત્રો સહિત નારીજનથી પરિવરેલો એવો તું આ ભોગોને ભોગવ. હે ભિક્ષુ ! મને પ્રવ્રજ્યા નિશ્ચે દુઃખરૂપ લાગે છે.” (૧૪)પૂર્વ સ્નેહવડે કરાયેલા અનુરાગવાળો, કામભોગોમાં આસક્ત એવા તે રાજાને ધર્મમાં રહેલો અને તેના (ચક્રીના) હિતને ઇચ્છતો એવો ચિત્ર આવા વચન બોલ્યો (૧૫) સર્વ પણ ગીત તે વિલાપ છે, સર્વ નૃત્ય તે વિડંબના પ્રાયઃ છે, સર્વ પણ આભરણો ભારરૂપ છે, સર્વ કામો (ભોગો) તે દુઃખને આપનારા છે. (૧૬) મૂઢ પુરુષોને મનોહ૨, દુઃખને આપનારા એવા કામગુણોને વિષે હે રાજન્ ! તે સુખ નથી કે જે કામથી વિરક્ત થયેલા,તપોધન, શીલગુણમાં રક્ત એવા ભિક્ષુઓને છે. (૧૭) હે નરેન્દ્ર ! ઈન્દ્રિયપરાજયશતક ૧૩૩
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy