________________
ભાષાંતર - હે જીવ ! પ્રાણીઓને આ જિનધર્મ અપૂર્વ નવા કલ્પવૃક્ષ સમાન છે. શા
માટે તેનું અપૂર્વપણું કહ્યું ? તો કહે છે કે આ કેવા પ્રકારનું છે ? આ ધર્મ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ અને મોક્ષના સુખ રૂપ ફલને આપનાર છે. ખરેખર અન્ય કલ્પવૃક્ષ આવા ઉત્તમ ફલને આપનાર નથી થતું. આ ધર્મ રૂપી કલ્પવૃક્ષ એને પણ આપનાર થાય છે. તેથી આ ધર્મ રૂપી કલ્પવૃક્ષનું
અન્ય કલ્પવૃક્ષોથી અપૂર્વપણું છે. /૧૦૮ll. ગાથાર્થ – ધર્મ બંધુ અને સુમિત્ર છે અને પરમ ગુરુ છે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત
થયેલાઓને પરમ રથ સમાન છે. ૧૦૧૫.
ભાષાંતર – હે જીવ ! આ જિનધર્મ બંધુ જેવો છે. જેમ બંધુ આપત્તિમાં સહાય કરે
છે, તે જ પ્રકારે આ ધર્મ પણ ભવરૂપી આપત્તિમાં રક્ષણ કરનાર છે. વળી આ ધર્મ સુમિત્ર છે. જેમ સુમિત્ર હિતાર્થનાં સંપાદનથી સુખને આપે છે, તેમ આ ધર્મ પણ સુખને આપે છે. તથા આ ધર્મ પરમગુરુ છે. જેમ ગુરુ ખરાબ માર્ગથી પાછા વાળે છે, તે પ્રમાણે આ ધર્મ પણ નરકતિર્યંચાદિ રૂપ દુર્ગતિ માર્ગોથી પાછા વાળે છે. અર્થાત્ કે દુર્ગતિમાં પડતા જીવોને બચાવે છે. તથા મોક્ષમાર્ગમાં ચાલતા જીવોને આ ધર્મ રથ સમાન છે. જેમ રથ વડે માર્ગમાં સુખેથી જવાય છે તેમ ધર્મ રૂપી રથ વડે પણ
મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા પુરુષો સુખ વડે શિવપુરીમાં જાય છે. ૧૦૧ ગાથાર્થ – હે જીવ! ચાર ગતિ રૂપ અનંત દુખાગ્નિથી બળતા એવા આ મહાભયંકર
ભવવનમાં અમૃતકુંડ સમાન જિનવાણીનું તું સેવન કર../૧૦૨ા
ભાષાંતર - હે જીવ ! મહાભયંકર, નરકાદિ ચારગતિ રૂપ જે ભવવન છે, તે વન
અનંત દુ:ખો રૂપી અગ્નિથી બળી રહ્યું છે. તેમાં અમૃતના કુંડ સમાન શ્રી જિનવાણીનું એટલે કે શ્રી સિદ્ધાંતનું સેવન કર અર્થાત્ સિદ્ધાન્તમાં કહેલા
અનુષ્ઠાનનું તું આચરણ કર. /૧૦૨ી. ગાથાર્થ - હે જીવ! અનંત દુઃખ રૂ૫ ગ્રીષ્મઋતુના તાપથી સંતપ્ત અને વિષમ એવા
સંસારરૂપ મરુદેશમાં શિવસુખને આપનાર જિનધર્મરૂપી કલ્પવૃક્ષનું તું
સ્મરણ કર. ll૧૦૩ ભાષાંતર – હે જીવ! વિષમ એટલે કે જેમાં દુ:ખે કરીને ફરી શકાય તેવા તથા અનંત
દુ:ખ રૂ૫ ગ્રીષ્મઋતુના તાપથી બળતા એવા આ સંસાર રૂપ મરુદેશમાં
વૈરાગ્યશતક
પલ