________________
૩૬) ધર્મની દેશના પાલટે, [શ્રા. વિ. અને કેવળીભગવાન મુગઢવજ રાજર્ષિ જગતને પવિત્ર કરતા વિચારવા લાગ્યા. કેઈન પણ કાને ચંદ્રશેખર કે ચદ્રાવતીનું વૃત્તાન્ત તેમણે જણાવ્યું નહિ.
મૃગવજ રાજર્ષિની પાસે ચંદ્રિકકુમારે દીક્ષા લીધેલી જાણી ચંદ્રશેખર સમજી ગયે કે હવે હું અદશ્ય રહી શકીશ નહિ, તેણે ફરી ફરી દેવીની આરાધના કરી શુકરાજનું રાજ્ય મેળવવાનું વરદાન માગ્યું. દેવીએ કહ્યું કે “શુકરાજ દઢ સમ્યફવી છે તેનું રાજ્ય અપાવવાની મારામાં શક્તિ નથી બાકી છળથી તને ઠીક લાગે તે કર,” એક પ્રસંગે શુકરાજ તેની બે સ્ત્રીઓ સહિત સિદધાચળ તીર્થની યાત્રાએ જવા ગુપચુપ નીકળે ચંદ્રાવતીને આની ખબર પડી અને તેણે ચંદ્રશેખરને તે વાત જણાવી. ચંદ્રશેખર શુકરાજનું રૂપ કરી રાજ્ય ચલાવવા લાગે, લેકે તેને શુકરાજ સમજવા લાગ્યા. એક રાત્રે કૃત્રિમ શુકરાજ બુમાબુમ કરી કહેવા લાગ્યા કે “અરે આ વિધાધર મારી સ્ત્રીઓ અને વિદ્યાઓ લઈ જાય છે માટે પકડો પકડે” મંત્રી વિગેરે દેડી આવ્યા રાજાને શાંત પાડયા અને કહ્યું કે “ વિદ્યા અને સ્ત્રીઓ ભલે ગઈ પણ આપ તે કુશળ છે ને?” રાજા કહે “હા ! કુશળ છું પણ વિદ્યાઓ અને સ્ત્રીઓ વિના શું કરું ?” મંત્રીએ કહ્યું “આપ કુશળ તો સર્વ કુશળ” આમ કપટથી રાજકુળને ઠગી ચંદ્રાવતી સાથે રહેવા લાગે. શુકરાજ વિમળાચળ તીર્થની યાત્રા કરી સસરાને ઘેર ગયે ત્યાં કેટલાક દિવસ રહી પોતાના નગરના