________________
જ કી બહ્મભંગ કાર કરે [૬૪૭ દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ રાખવી નહીં. ૫ વિષ સરખા વિષય ક્ષણમાત્ર સુખ દેનારા છે, એ હંમેશાં વિચાર કરનાર પુરુષ સંસારથી ડરનારો હોય છે.
૬ તીવ્ર આરંભ વજે, નિર્વાહ ન થાય તે સર્વે જીવ ઉપર દયા રાખી પરણે છેડે આરંભ કરે, અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે. ૭ ગૃહવાસને પાશ સમાન ગણતે તેમાં દુઃખથી રહે અને ચારિત્ર મેહનીય કર્મ ખપાવવાને ઘણે ઉદ્યમ કરે. ૮ બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમક્તિ ધારણ કરે. ૯ વિવેકથી પ્રવૃત્તિ કરનાર ધીર પુરુષ, “સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કરવું એવી અણસમજથી ચાલનારા છે–એમ જાણું લેકસંજ્ઞાનો ત્યાગ કરે. ૧૦ એક જિનાગમ વિના પરલોકનું બીજું કઈ પ્રમાણુ નથી, એમ જાણી જાણ પુરૂષે સર્વે કિયાએ આગમને અનુસાર કરવી.
૧૧ જીવ પિતાની શકિત ન ગોપવતાં જેમ ઘણું સંસારનાં કૃત્ય કરે છે, તેમ બુધિમાન પુરુષ શકિત ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધાપીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨ ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવઘ ધર્મકિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકે આપણું હાંસી કરે, તે પણ તેથી મનમાં લજજા લાવવી નહિ. ૧૩ દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન,