________________
જ. કૃ] ખજાના માલને મદિર, [૬૩૩
એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીર મહાવ્યાધિ ઉત્પન્ન થયે. “શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી વધે ભક્ષણ કરવા કહેલા દહીને જેગ મળે, તે માટે ગોવાળના ગામોમાં મુકામ કરતા તેથી વીતભય પાટણે ગયા, કેશી રાજા ઉદાયના મુનિને રાગી હતા, તો પણ તેના પ્રધાન વગે તેને ભરમાવ્યો કે, “ઉદાયન રાજ્ય લેવા માટે અહિં આવ્યું છે.” પ્રધાનની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયન મુનિને વિષમિશ્ર દહી અપાવ્યું. પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહી લેવાની મના કરી. દહીને ખારાક બંધ થવાથી પાછો મહાવ્યાધિ વ. દહીનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહયું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતું ત્યારે વિષમિશ્ર દહી ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થએ ઉદાયન રાજષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રેષથી વીતભય પાટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાને શય્યાતર એક કુંભાર હતું, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું. ઉદાયન રાજાને પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુઃખી થયો, અને તેની માસીના પુત્ર કોણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો. ત્યાં સમ્યગ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતા હતા, તો પણ “પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું.” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વરની આલોચના કરી નહિ,