________________
જ કૃ] પલક મેં ફૂટ જાયેગા, [૬૨૭ ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઈ, અને જૈનધર્મની ઘણું ઉન્નતિ થઈ. પછી વહાણવટીને સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંતઃપુરમાં લઈ ગયાં, અને પિતે નવા બંધાવેલ ચત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખતે રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતે; અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું તેથી રાજા ગભરાઈ ગયે, અને વીણા વગાડવાની કબકા તેના હાથમાંથી નીચે પડી ગઈ નૃત્યમાં રસભંગ થવાથી રાણું કોપાયમાન થઈ, ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણ વડે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તો સફેદ જ દેખાયું, તે દુનીમત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું, તેથી પોતાનું આયુષ્ય થવું રહ્યું એવો રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાત વિરમણ વતને ભંગ થયે, તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજા સમીપ ગઈ. રાજાએ “દેવતાના ભવમાં તું મને સમ્યક પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવજે” એમ કહી . આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજા સારુ દેવદત્તા નામની કુજાને રાખીને પિતે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને તે અનશન વડે કાળ કરી સૌધર્મ દેવલેકે દેવતા થઈ પ્રભાવતીના જીવ દેવતાએ ઘણું બંધ કર્યો,