________________
૬૨૬] નાહક તું દેખ કે કુલતા; [શ્રા. વિ. મહાવીરસ્વામીની પ્રતિમા જોઈ મહાહિમવંત પર્વતથી લાવેલા ગશીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી પછી પ્રતિષ્ઠા કરી સર્વાગે આભૂષણે પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનને ડાભડામાં રાખી. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા, અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાના ડાબ સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચૌટામાં “દેવાધિદેવની પ્રતિમા . એવી ઉદ્ઘપણ કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસને ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણું દર્શનીઓ પિતાપિતાના દેવનું સ્મરણ કરી તે ડાભડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા, અને કુહાડા ભાંગી ગયા યણ ડાબડે ઉઘડે નહિ. તેથી સર્વે લોકે ઉદ્વિગ્ન થયા. બરને અવસર પણ થઈ ગયે. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભેજનકરવા બેલાવવા માટે એકદાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશોમેકલી રાજા એ પ્રભાવતીને કૌતુક જેવાને સારૂ તેડાવી.
પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કોઈ નથી. હમણાં કૌતુક જુ.” એમ કહી રાણીએ યક્ષકર્દીમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, દેવાધિદેવ મને દર્શન આપે, એમ કહેતાં જ પ્રભાત સમયમાં જેમ કમળકલિકા પિતાની મેળે ખીલે છે તેમ ડાબડે પિતાની મેળે ઉઘડી ગયો! નહિ સુકાઈ ગએલા