________________
દરજી સમજ લે કૌન હૈ અપના; બ્રિા. વિ. ઉદાયનરાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંત ૬૧૦૧ ચંપાનગરમાં સ્ત્રીલંપટએ એક કુમારનદીનામને સેની રહેતું હતું. તે પાંચસે સેનૈયા આપીને સુંદર કન્યા પરણતે હતે. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે ઈષ્યવાળે તે કુમારનંદી એક થંભવાળા પ્રસાદમાં કીડા કરતે હતે. એક વખતે પંચશલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પિતાને પતિ વિન્માળી ચળે, ત્યારે ત્યાં આવી પિતાનું રૂપ દેખાડી કુમારનદીને વ્યાહ પમાડે. તેણે પ્રાર્થના કરી ત્યારે “પંચશલ દ્વિીપમાં આવ” એમ કહી તે બન્ને ચાલી ગઈ. પછી કુમારનદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડા કે, “જે પુરુષ અને પંચશેલ દ્વિીપે લઈ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું” પછી એક વૃદ્ધ ખલાસી હતા, તે કેટિ દ્રવ્ય લઈ, તે પિતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસારી સમુદ્રમાં બહુ દૂર ગયે, અને પછી કહેવા લાગે કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચૌલ દ્વીપથી આ વડ પર આવીને સુઈ રહે છે. તેમના વચલે પગે તું પિતાના શરીરને વસ્ત્ર વડે મજબૂત બાંધી રાખજે; પ્રભાત થતાં ઉડી જતાં ભારડ પક્ષીની સાથે તું પણ પંચૌલ કિપે પહોંચી જઈશ. આ વહાણ તે મોટા ભમરમાં સપડાઈ જશે.” પછી નિર્ધામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચૌલ દ્વીપ