________________
જ. કી સઝાય જગત હે સ્વાર્થ કે સાથી, [૨૩ તથા વાડી, બગીચા વગેરે આપવા. રાત વગેરે જે મંદિર કરાવનાર હોય તે, તેણે ભંડારમાં ઘણું નાણું તથા, ગામ ગોકુળ વગેરે આપવું જોઈએ. જેમકે-માલવદેશના જાડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે પાષાણુ મય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુદેવથી મરી ગયે. તે પછી એકસો પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજજને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રશ્ન આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરે કરાવ્યું.
સિદ્ધરાજ જયસિંહે રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “મહારાજ ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યનો સંગ્રહ કરી રાખે છે પછી સિદ્ધરાજ ત્યાં આવ્યા અને નવું સુંદર જિનમંદિર જોઈ હર્ષ પામી છે કે, “ આ મંદિર કોણે બનાવ્યું ?” સજજને કહ્યું. “મહારાજા સાહેબે કરાવ્યું. આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયે. પછી સજેને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે-“ આ સર્વે મહાજને આપ સાહેબનું દ્રવ્ય આપે છે. તે , અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ . આપની મરજી હેય તે મુજબ કરે.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું અને તેને નેમિનાથજીના મંદિરને ખાતે પૂજાને સારૂ ગામ આપ્યા. તેમજ જીવિતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાને પ્રતિમાની પૂજાને માટે બારહજાર ગામ આપ્યા. તે વાત નીચે પ્રમાણે છે.
'