________________
દૂo] દષ્ટિ શિરાદિક લાગે; [શ્રા. વિ. બનાવવાને અર્થે કાષ્ટ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રેષ પમાડી અવિધિથી લાવેવું અથવા પિતાને સારૂ આરંભ-સમારંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય, તેજ કામ આવે. ગરીબ એવા મજૂર લેક વધુ મજુરી આપવાથી ઘણો સંતોષ પામે છે. અને સંતોષવાળા થઈ પહેલાં કરતાં વધારે કામ કરે છે.
જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારુ ગુરુ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિધિથી જે કાઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.”ડશકમાં કહ્યું છે કે—જે જેની માલીકીનું દ્રવ્ય આ કામમાં અનુચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભ પરિણામથી કહે છે તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયે ખોદ, પૂર કાષ્ઠનાં દળ પાડવાં, પત્થર ઘડાવવા, ચણવવા વગેરે મહારંભ-સમારંભ જિનમંદિર કરાવવામાં કરવું પડે છે, એવી શંકા ન કરવી. કારણ કે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દેષ નથી.
જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંધને સમાગમ, ધર્મ દેશનાકરણ, સમક્તિ વત વગેરેને અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હેવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. સૂત્રોક્ત વિધિને જાણ પુરુષ યતનાપૂર્વક કઈ કામમાં પ્રવર્તે, અને જે કદાચ તેમાં કાઈ વિરાધના થાય, તે પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તેને નિર્જરા જ થાય છે. દ્રવ્યસ્તવ ઉપર કૂવાનું દૃષ્ટાંત પૂર્વે કહેલ છે. (પૃ. ૧૭૫)