________________
કિરિયા વ પણ જે જ્ઞાનોના,
[૧૯
or. .] બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવા શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમાંઢિર કરાવવાને અધિકારી થાય છે. દરેક જીવે પ્રાયે અનાદિ ભવમાં અનંતા જિનમદિર અને અન`તી જિનપ્રતિમાએ કરાવી; પણ તે નૃત્યમાં શુભ પરિણામ ન હેાયાને લીધે તેથી ભક્તિના લવલેશ પણ તેને મળ્યા નહિ. જેમણે જિનમદ્વિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર વ્રત પણ અ'ગીકાર કર્યું નહિ, તેમણે પોતાના મનુષ્યભવ નકામે ગુમાવ્યે. જે પુરુષ જિનપ્રતિમાને વાસ્તે એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભકિતથી પરમગુરુ જિનેશ્વર દેવને એક ફૂલ પણ અર્પણ કરે, તે તેના પુણ્યની ગણત્રી કયાંથી થાય ? વળી જે પુણ્યશાળી મનુષ્ય શુભ પિરણામથી મ્હાટું, મજબૂત અને નક્કર પથ્થરનુ જિનમંદિર કરાવે છે, તેમની તા વાત જ શી ? તે ધન્યપુરુષ તા પરલોકે વિમાનવાસી દેવતા થાય છે.
જિનમ'દિર કરાવવાના વિધિ તા પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પથ્થર, લાકડાં) મજુર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવુ વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સ ઉચિત વિધિ અહિં વિશેષે કરી જાણવા. કહ્યું છે કે-ધ કરવાને સારું ઉદ્યમવાન થએલા પુરૂષ કોઈ ને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતેજ સયમ ગ્રહણ કરવા તે શ્રેયસ્કર છે. જેમ પ્રભુવીરે “ મ્હારા રહેવાથી આ તાપસાને અપ્રીતિ થાય છે અને અપ્રીતિ તે અધિનુ' બીજ છે ” એમ જાણી ચામાસાના કાળમાં પણ તાપસને આશ્રમ તજી દઈ વિહાર કર્યાં. જિનમ ંદિર