________________
જ. ] બંધ મિક્ષ કારણ ન પીછાને, [૬૧૭ સ્ત્રીનું રક્ષણ-હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે માફકસર રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હંમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યેગ્ય આચરણ કહ્યું છે, તેમાં કહી ગયા છીએ. વિવાહ વગેરેમાં ખરચ તથા ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લેક વગેરેના ઉચિતપણું ઉપર ધ્યાન દઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે, પણ વધારે ન કરે, કારણ કે, વધુ ખરચ આદિ ધર્મકૃત્યમાં જ કરવા ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મહાનવેદ્ય, ચતુર્વિધ સંઘને સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. (૩) ચાગ્યમિત્રો-વળી મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા
ગ્ય હોવાથી અવસરે મદદ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિકપુત્ર, મદદ કરનાર નેકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હેવાથી ઉચિતપણથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, વૈર્ય, ગભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાત ઉપરના દષ્ટાંતે પૂર્વે વ્યવહારશુદ્ધિ કહી છે. (૪) चेइअपडिमपइट्ठा सुआइपव्वावणा य पयठवणा । પુસ્થàવીયા પોહલીકા વાયવ ાા (મૂલ)