________________
૬૧૬] વતે આરત ધ્યાને; [શ્રા. વિ. સ્ત્રી મન માફક વર્તનારી હોય, અને મન ધરાય એટલી સંપત્તિ હોય; તે પુરુષને આ મર્યલેક સ્વર્ગ સમાન છે. વિવાહના આઠભેદ –અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્ત મેળાપ કરે, તે વિવાહ કહેવાય છે. તે લેકમાં આ પ્રકારને છે. ૧ આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું. તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨ ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ૩ ગાય બળદનું જેડું આપીને કન્યાદાન કરવું તે આર્ય વિવાહ કહેવાય છે. ૪ યજમાન બ્રાહ્મણને યજ્ઞ દક્ષિણ તરીકે કન્યા આપે તે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. પ માતા, પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં માંહોમાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વ વિવાહ કહેવાય છે. કોઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે તે આસુરી વિવાહ કહેવાય છે, ૭ જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસ વિવાહ કહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી.
જે વહુની તથા વરની મહામહે પ્રીતિ હોય તે છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીને લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીને લાભ થાય અને પુરુષ તેનું જે બરાબર રક્ષણ કરે તે તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઈ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે. દેવ, અતિથિ તથા બાંધવ જનને સત્કારનું પુણ્ય થાય છે.