________________
ર૬] વિષયરસમાં ગૃહી માચિયા, [શ્રા. વિ. ગણિકા કહે તેની માતા, પુત્રી, બહેન બધી હોય. તેથી તેવા અવતારની નિંદા કરી તે સાંભળી વાનર પાછો ફરી બેલ્યો બીજાના છીદ્રો જુવે છે તારા જેતે નથી આ તારી આજુબાજુ માતા અને પુત્રીને બેસાડી કામક્રીડા કરે છે, મિત્રને સમુદ્રમાં નાંખે તે તું જ પાપી છે અમારી નિંદા કેમ કરે છે? શ્રી દત્ત વિચારમાં પડે કે આ કન્યા સમુદ્રમાં મળી તે પુત્રી કેમ થાય અને આ ગણિકા મારી માતા કેમ? ગણિકા કહે તું મૂર્ખ છે, તને આજે છે પશુના વચનથી શંકાશીલ થયે તે તું પશુ જે લાગે છે. તેવામાં એક મુનિને જોયા. પ્રશ્ન પુછતાં અવધિજ્ઞાનથી મુનિએ સર્વ વાત કરી કે વાનરે કીધું તે સત્ય છે. પ્રથમ પુત્રીની વાત કરી, “તારા પિતા તારી માતાને છોડાવવા કઈ પલ્લી પતિને પ લાખ આપી સૈન્ય લઈને શ્રીમંદિર નગરે આવ્યા. તે વખતે તારી પત્ની પુત્રીને લઈ પિતાને ત્યાં ગઈ. એકદા તેને સર્પ કરડ. વિષ ન ઉતરતા પેટીમાં લીંબ પત્ર વચ્ચે મૂકી ગંગાપ્રવાહમાં વહેતી કરી જે દરિયામાં તને મળી પછીની વાત તું જાણે છે માટે આ તારી પુત્રી છે.” હવે તારી માતાની વાત સાંભળ–“તારા પિતા પલ્લીનું સિન્ય લઈ દરવાજા તેડી અંદર ઘુસતા શત્રુ તરફથી બાણ, વાગતા મૃત્યુ પામે. સુરકાંત રાજા ભાગી ગયે. તારી માતાને સુભટો પકડી પલ્લી પતિને સેંપી. કઈ રીતે વનમાં ભણી ગઈ. વૃક્ષના ફળ ખાતા તે ગૌરાંગી બની ગઈ. વેપારીઓ તેને લઈને સુવર્ણકુલબંદરે લાવ્યા ને ગણિ--