________________
વ, કૃ] જ્ઞાનયોગમાં જશ મન વરતે, [૫૮૮ ઇરિયાવહી ઈત્યાદિ સૂત્ર શક્તિ પ્રમાણે તથા વિધિ સહિંત ઉપધાન વહ્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ દિયા ગણાય છે. શ્રતની આરાધના માટે જેમ સાધુઓને વેગવહેવા, તેમ શ્રાવકેને ઉપધાનતપ જરૂર કરવું જોઈએ. માળા પહેરવી એજ ઉપધાનતપનું ઉજમણું છે; કૈઈજીવ ઉપધાનતપયથાવિધિ કરી. પોતાના કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરુએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિવશ્રી (નિરુપદ્રવપણું અને મોક્ષલક્ષ્મી ઉપાજે છે. મુક્તિરૂપ કન્યાની વરમાળા જ ન હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય! તથા પ્રત્યક્ષ ગુણેની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાએ, ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયે, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી યથાશ્રત સંપ્રદાયને અવલંબીને કરવાં. ૧૦. શાસનની પ્રભાવનાં તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દરવર્ષે જઘન્યથી એકવાર તે શક્તિ પ્રમાણે જરૂર કરવી જ. તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઈ તથા શ્રીગુરુ મહારાજને તથા સંઘને સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરે; કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડી વારમાં શિથિલ