________________
૫૮૪]
શાન ન નવિબાલા; [શ્રા. વિ. પછી દેવાહાનાદિ ઉત્સવથી કરે; અને એક વર્ષ સુધી તીર્થોપવાસ વગેરે કરે. આ રીતે તીર્થયાત્રાને વિધિ કહ્યો છે. વિકમરાજા આદિ સંઘનું વૃત્તાંત શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિબંધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે તેના સંઘમાં ૧૬૯ સેનાના અને પ૦૦ દાંત, ચંદનાદિમય જિનમંદિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે ૫૦૦૦ આચાર્ય હતા. ચૌદ મુકુટધારી રાજાઓ હતા. તથા સીત્તરલાખ શ્રાવકનાં કુટુંબ, ૧૧૦૦૯૦૦૦ ગાડાં, અઢાર લાખ ઘોડા, ૭૬૦૦ હાથીઓ અને જ ઊંટ, બળદ વિ. ઘણા હતાં.
''
કુમારપાળે કહેલા સંઘમાં સુવર્ણરત્નાદિમય અઢાર ચુમોતેર (૧૮૭૪) જિન મંદિર હતા. થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુસંઘવીની યાત્રામાં સાતસો (૭૦૦) જિનમંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર કોડ સોનૈયાને વ્યય કર્યો. પેથડ નામા શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિયાર લાખ રૂપામય ટંકને વ્યય કર્યો, અને તેના સંધમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રામાં પ્રસિદ્ધ છે.