________________
૫૮૨) શુદ્ધ પરૂપક દાખે, ધન્ય. (૧૪) [શ્રા. વિ. પણાનું તિલક કરાવવું. સંઘપૂજા વગેરે માટે ઉત્સવ કરો. બીજાઓ પાસે પણ ગ્યતા પ્રમાણે સંઘવીપણા વગેરેનું તિલક કરવાને ઉત્સવ કરાવે. સંઘનું જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લેકને ચગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય, તે સર્વ પ્રસિદ્ધ કરવા. માર્ગમાં સર્વે સાધમીઓની સારી પેઠે સારસંભાળ કરવી. કેઈનું ગાડાનું પૈડું ભાંગે, અથવા બીજી કોઈ હરકત આવે તે પોતે તેમને સર્વ શક્તિએ યેાગ્ય મદદ કરવી.
દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર, મહાટી દવજા ચઢાવવી. ચિત્યપરિપાટી વગેરે માટે ઉત્સવ કર, જીર્ણોદ્ધાર વગેરેને પણ વિચાર કરવો. તીર્થનાં દર્શન થયે સોનું, રત્ન, મતી આદિ વસ્તુ વડે વધામણી કરવી. લાપશી, લાડુ આદિ વસ્તુ મુનિરાજને વહેરાવવી. સાધર્મિક-વાત્સલ્ય કરવું. ઉચિતપણે દાન વગેરે આપવું તથા મહા પ્રવેશોત્સવ કરે. તીર્થે દાખલ થયા પછી પહેલાં હર્ષથી પૂજા, ઢીકન વગેરે આદરથી કરવું. અષ્ટપ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવું. માળ પહેરાવવી વગેરે કરવું. દુધ (ઘી)ની ધારાવડી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાગે પૂજા કરવી તથા ફૂલઘર, કેલિઘર વગેરે મહાપૂજા રેશમી વસ્ત્રમય દવજાનું દાન, કેઈને હરકત ન પડે એવું દાન (સદાવ્રત), રાત્રિ જાગરણ, ગીત, નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થ પ્રાપ્તિ-નિમિત્ત ઉપવાસ,