________________
વ, કૃ] ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, બ્રટ્ટાચારી રહેવું. ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેટયું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શક્તિ પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. સ્વજનના તથા સાધર્મિક ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે પ્રેમપૂર્વક નિમંત્રણ કરવું. પરમભક્તિથી સદ્ગુરુને પણ નિમંત્રણ કરવું, અમારી પ્રવર્તાવવી. જિનમંદિરમાં મહાપૂજાદિ મહત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસોને પૈસાનો તથા સારા વચનને આધાર આપો. યોગ્ય મદદ આપીશ એવી ઉદ્ઘેષણ કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લેકોને પણ સાર્થવાહની પેઠે હિમ્મત આપવી; આડંબરથી મહેોટા અને અંદરના ભાગમાં ઘણું સમાસવાળી કોઠીઓ, શરાવલ, કનાતે, તંબૂઓ, મોટી કઢાઈયું તથા બીજા પણ પાણીનાં હેટાં વાસણો વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પિઠિયા, ઉંટ, અશ્વ વગેરે વાહને સજજ કરાવવાં. શ્રીસંઘની રક્ષાને સારુ ઘણા શૂર અને સુભટોને સાથે લેવા, અને કવચ શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમને સત્કાર કરે. ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન; નિમિત્ત વગેરે જોઈને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહુર્તા જવું.
માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરે. સારાં પકૂવાને જમાડી તેમને તાંબૂલ વગેરે આપવું. તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં. સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ઠ, પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરુષો પાસે સંઘવી