________________
પદ૨] જે નિશ્ચય નય દરિયા ધન્ય (૯) [શ્રા. વિ. વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી તેને સંવર રાખવે. ભણવું, જિનમંદિરે દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલાં કામોને વિષે તથા જિનમંદિરનાં સર્વે કામોને વિશે ઉદ્યમ કરે. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિએમાં તપ વિશેષ કરેલા હોય તેને, લેકેને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપન મહોત્સવ કર, ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વગેરે આપવાં. યથાશક્તિ સાધર્મિક-વાત્સલ્ય કરવું, અને ગુરુને વિનય સાચવવે. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિ સંવિભાગ યથાશક્તિ કર.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના
માસાસંબંધી નિયમ કહ્યા છે તે ઉપર રાજકુમારનું દ. છે. ૬.૯૦ રાજકુમારની કથા-વિજ્યપુરમાં વિજયસેન રાજા હતું. તેને ઘણુ પુત્ર હતા. તેમાં વિજય શ્રી રાણીને પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયે, એમ જાણું રાજાએ તેને આદર સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાને એ અભિપ્રાય હતું કે, “બીજા પુત્રે અદેખાઈથી એને મારી નાખે નહી” પણ તેથી રાજકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યું કે, “પગથી ઉડાયેલી ધૂળ ઉડાડનારને - માથે ચઢે છે, આમ અપમાન સહન કરનાર કરતાં ઉત્તમ છે,
એવું નીતિશાસ્ત્રનું વચન છે,” માટે હારે અહિં રહીને શું કરવું છે? હું હવે પરદેશ જઈશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડે આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જેતે નથી, તે કૂવાના દેડકા જેવું છે. પૃથ્વીમંડળને વિષે બ્રમણ કરનાર પુરુષે દેશદેશની ભાષાઓ