________________
૫. કૃ] ગુણઠાણાની પરિણતિ જેહની, [પપ
- તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે “વર્ષાકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણું સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણુ અજાયબ થયે અને હર્ષ પાપે. એટલામાં ચંચળ એવાં કુંડળ આદિ આભૂષણેથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યું કે, “હે રાજન ! ત્યારે પૂર્વભવનો મિત્ર જે શેઠને જીવ કે, જે હમણાં દેવતાને ભવ ભગવે છે, તેને તું એાળખે છે? મેં તને તારા પૂર્વભવે વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબંધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાય કરવાને સારું આ કામ કર્યું; માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબંધ કરવા જઉં છું. કહી દેવતા ગયે. પછી તે બન્ને રાજાઓને સમકાળે સ્વપ્નમાં પૂર્વભવ દેખાડે, તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓ શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વ દિવસની સમકૃપ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પિત પિતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિર, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પવને પહેલે દિવસે પટની ઉલ્લેષણ તથા સર્વે ને વિષે સર્વે લેકેને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે, જેથી એકછત્ર સામ્રાજ્ય જે જૈનધર્મ પ્રવર્તી રહ્યો.