________________
પપ૦] કેમ કરી જાએ કહીં. ધન્ય. (૬) [શ્રા. વિ. સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયે. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કઈ વ્યવહાર કરે નહીં. એથી થોડા દિવસમાં તે કોડે સેનિયાને સ્વામી થ.
કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પિતાના કુળનું પોષણ કરે છે, અને વણિક, ધાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પોતાના કુળને નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લોકોએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, “એને કોડે નૈયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું. “મેં સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન વગેરેને ગુરુ પાસે નિયમ લીધે છે.” પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ “એ ઘર્મ ઠગ છે.” એમ વિચારી તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પિતાના મહેલમાં કબજે રાખે. શેઠે મનમાં વિચાર્યું કે, “આજે પંચમી પર્વ છે, તેથી આજ મને કેઈપણ રીતે અવશ્ય લાભ થશે જોઈએ.” પ્રભાત વખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સેના હેરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગયેલું જોઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામે, પછી તેણે શેઠને ખમાવીને પૂછયું કે, “હે શેઠજી ! આ ધન શી રીતે હારે ઘેર ગયું ?શેઠે કહ્યું. “હે સ્વામિન! હું કંઈ જાણતો નથી, પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભ જ થાય છે.” આ રીતે સર્વ વાત શેઠે કહી, ત્યારે પર્વને મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાને યાજજીવ નિયમ લીધે