________________
તન મન વચને સાચા [શ્રા. વિ. નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે જે તિથિ સૂર્યોદયની વેળાએ
ડી પણ હોય, તેજ તિથિ સંપૂર્ણ જાણવી, પરંતુ ઉદય વખતે નહિ છતાં તે પછી ઘણા કાળ સુધી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. શ્રી ઉમાસ્વાતિ વાચકનું વચન પણ એમ સંભળાય છે કે પર્વતિથિને ક્ષય હોય તે તેની પૂર્વની તિથિક્ષય કરવી, તથા પર્વ નિધિની વૃદ્ધિ હોય ત્યારે બીજીને આઠમ, ચૌદસ પર્વતિથિપણે કરવી, (એટલે સાતમ, તેરસની વૃદ્ધિ કરવી) અને શ્રી વીર પ્રભુનાં જ્ઞાન તથા નિર્વાણકલ્યાણક લેકેને અનુસરીને કરવાં, અરિહંતના જન્માદિ પાંચકલ્યાણક પણ પર્વતિથિરૂપ જ જાણવાં. બે-ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તે વિશેષ પર્વ તિથિ જાણવી.
સંભળાય છે કે-સર્વે પર્વતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછયું કે, “હે સ્વામિન! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ કયું?” ભગવાને કહ્યું-“હે મહાભાગ ! જિનરાજના પાંચ કલ્યાણકથી પવિત્ર થએલી માગશર શુદિ ૧૧ આરાધવા યોગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશા ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાશ કલ્યાણક થયા.” પછી કૃષ્ણ મૌન, પૌષધેપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી “જે રાજા તેવી પ્રજા” એ ન્યાય હોવાથી સર્વ લોકોમાં એ એકાદશી પર્વ આરાધવા
ગ્ય છે” એવી પ્રસિદ્ધિ થઈ. પર્વતિથિએ વ્રત પશ્ચખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે, કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે