________________
[૫૩૫
૫. કૃ] જ્ઞાનવત જ્ઞાનીશું મળતા, અઠ્ઠાઈઓની વિચારણ-આની, ચત્રની, સંવત્સરીની, (અષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસીની અઠ્ઠાઈ પવને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે સુશ્રાવકે છ અઠ્ઠાઈ વિષે પરમ આદરથી પ્રભુપૂજા, તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણેને વિષે તત્પર રહેવું. ચૈત્રની અને આની અઠ્ઠાઈઓ શાશ્વતી છે, કારણ કે, તે બંને અઢાઈઓ વિષે સર્વે દેવતાઓ તથા વિદ્યાધરે નંદીશ્વરદ્વીપને વિષે તીર્થયાત્રા-ઉત્સવ કરે છે. તથા મનુષ્ય પિતપેતાનાં સ્થાનકેને વિષે કરે છે. વળી ત્રણ માસી, સંવત્સરી, છ પર્વતિથિઓ, તથા તીર્થંકરદેવના જન્માદિ કલ્યાણક વગેરેને વિષે યાત્રા કરે છે, તે અશાશ્વતી જાણવી. છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-ઘણા ભવનપતિ વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ તે નંદીવરદ્વીપને વિષે ત્રણ ચોમાસીએ તથા સંવત્સરીએ ઘણું મહિમાથી અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ઉદયતિથિનું પ્રામાણ્ય પ્રભાત વખતે પચ્ચક્ખાણ વખતે જે તિથિ હોય તે પ્રમાણભૂત ગણાય છે. સૂર્યોદયને અનુસરીને જ લેકમાં પણ દિવસ વગેરે સર્વ વ્યવહાર ચાલે છે. કહ્યું છે કે-પક્રિખ માસી, સંવત્સરી, પંચમી, અષ્ટમીમાં તે તિથિઓ જણાવી કે જેમાં સૂર્યોદય હાય પણ બીજી નહિ. પૂજા,પચ્ચકખાણ, પ્રતિક્રમણ, નિયમ તે તિથિએ કરવા કે જે તિથિમાં સૂર્યને ઉદય હોય. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી બીજી તિથિ કરવામાં આવે તે આજ્ઞાભંગ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના થાય છે. પારાશરસ્મૃતિ