________________
૫. ક) સિંહપરે નિજ વિકમ શૂરા, પિ૩૩ વધારે કરવી. ગાથામાં આદિ શબ્દ છે તેથી સ્નાત્ર, ચૈત્યપરિપાટી, સર્વસાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હંમેશાં જેટલું દેવ-ગુરુપૂજન, દાન વગેરે કરાય છે તેના કરતાં પર્વને દિવસે તે વિશેષ કરવું. કેમકે–જે દરરોજ ધર્મની કિયા સમ્યફ પ્રકારે પાળે, તે ઘણે લાભ છે, પણ જે તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે અવશ્ય પાળે, દશેરા, દિવાળી, અખાત્રીજ વગેરે લૌકિપને વિષે જેમ મિષ્ટાન્નનું, ભેજન તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મના પર્વ આવે ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી. જૈનેતર પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોને વિષે કેટલેક આરંભ વસે છે, ઉપવાસ વગેરે કરે છે તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પને વિષે પણ પિતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે, માટે શ્રાવકે તે સર્વે પર્વદિવસે અવશ્ય પાળવા જોઈએ.
પર્વદિન આ રીતે કહ્યા છે-બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ એ છે પર્વ દરેક માસમાં આવે છે, પખવાડિયામાં ત્રણ પર્વ આવે છે. તેમજ “ ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ પર્વતિથિ કહી છે. બીજ બે પ્રકારને ધમ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ ખપાવવાને અર્થે, અગિયારસ અગિયાર અંગની સેવાને અર્થે તથા ચૌદશ ચૌદપૂર્વેની આરાધનાને માટે જાણવી. તેમાં પૂનમ અથવા અમાસ ઉમેરીએ તે પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે,