________________
પર0] વિમલ લક્ષણ ગુણધરે, [શ્રા. વિ. દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ મસ્તક કરે તે મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહ્યું છે. આગમમાં કહેલે શયન વિધિ-સૂતી વખતે ચૈત્યવંદન કરીને દેવને તથા ગુરુને વંદના કરવી, ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ ગ્રંથિસહિત ઉચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણને સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિકવ્રત સ્વીકારવું દિનકૃત્યમાં કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને દિનલાભ. (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ) એ સર્વે પૂર્વે નિયમિત ન હતા તેને નિયમ કરું છું. તે એ કે–એકેદ્રિયને તથા મશક, જુ વગેરે ત્રસ જીવેને મૂકીને સમગ્ર આરભંથી અને સાપરાધ ત્રસજીવ સંબંધી તથા બીજી સર્વ હિંસા, મનને શેકવું અશક્ય છે, માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરું અને ન કરાવવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનને પણ નિયમ જાણ, તથા દિનલાભને પણ નિયમ નહોતો, તેને સંક્ષેપ નિયમ કરું છું. અનર્થદંડને પણ નિયમ કરું છું, શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપગ-પરિભેગને, ઘરને મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવવું.
આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિઃસંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણુત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામે, તેમ