________________
રા, કૃ] ઈમ સકલ સુખ કર દુરિત ભયહર; પિ૧૯ છે. પોતાના પૂજનિક પુરુષથી ઊંચે સ્થાનકે ન સૂવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર-પશ્ચિમ દિશાએ મસ્તક કરીને વાંસની પેઠે લાંબો થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું; પરંતુ હસ્તિના દંતની માફક સૂવું. દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ મસ્તક કરીને ન સૂવું. કલ્યાણની ઈચ્છા કરનાર પુરુષે સૂવાને વખતે મળમૂત્રની શંકા હોય તે તે દૂર કરવી, મળ-મૂત્ર કરવાનું સ્થાનક ક્યાં છે તે બરાબર જાણવું. પાણી પાસે છે કે નહીં તે જેવું અને બારણું બરોબર બંધ કરવું.ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુને ભય ટાળ, પવિત્ર થવું, પછી વસ્ત્ર બરાબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સૂઈ રહેવું. કોધથી ભયથી, શેકથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થએલા અને તૃષાતુર થએલા એટલા પુરુષોએ કઈ વખતે દિવસે સૂઈ રહેવું. ગ્રીષ્મ ઋતુમાં વાયુને સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે. માટે તે વાતમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે, પણ બીજી તુમાં દિવસે નિદ્રા લે તે તેથી કફ, પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઉંધ લેવી સારી નથી, કેમકે તેવી ઊંઘનો વખત રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે. સૂતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તે વિદ્યાને અને દક્ષિણ