________________
રા. કૃ] યાચીએ કેડી યતને કરી, પછી તેણે પિતાની દિવ્ય ત્રાદ્ધિ વગેરેને દેખાડીને ધન્યશ્રેષ્ઠીના પુત્રને પ્રતિબંધ કર્યો.
આ રીતે ઘરના સ્વામીએ પિતાના સ્ત્રી પુત્ર વગેરેને રેજ પ્રતિબંધ કરે. એમ કરતાં પણ જે તેઓ પ્રતિબંધ ન પામે, તે પછી ઘરના માલિકને માથે દોષ નથી. કેમકેસવે શ્રોતાજનેને હિતવચન સાંભળવાથી ધર્મ જ મળે છે, એ નિયમ નથી, પરંતુ ભવ્ય જીવે ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાને અર્થ પૂર્ણ થયે. पायं अबभविरओ, समए अप्पं करेइ तो नि । निद्दावरमे थीतणु-असुइत्ताई विचिंतिज्जा ॥१०॥ : તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રીસંગથી છૂટા રહીને મનમાં થોડો વખત ઊંઘ લેવી. અને ઊંઘ ઉડી જાય, ત્યારે સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦) - સુશ્રાવક સ્વજનેને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પિતાની શરીરપ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સૂવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ? તે વિષે કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંગ, તેથી નીરાળા રહેવું, કારણ કે ચાવજીવ ચતુર્થવ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસેને વિષે બ્રહ્મચારીપણે જ રહેવું જોઈએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુ જ મોટું છે. મહાભારતમાં