________________
દિ ક તું મુજ હૃદયગિરિમાં વસે, (૪૯૯ કોઈ કાઈ ભાણ કરતું નથી જ, માટે એ દિવસચરિમ) મોટું પચ્ચકખાણ કરે છે.” એવી રીતે શ્રાવિકોની હમેશાં હાંસી કરતું હતું. એક દિવસ શ્રાવિકોએ “તું ભાંગીશ” એમ કહીને ઘણી ના પાડી, તે પણ તેણે દિવસચરિમ પચ્ચક્ખાણ કર્યું. રાત્રિએ સમ્યગદષ્ટ દેવી પરીક્ષા કરી માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણું કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ઘણે વાર્યો, તે પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડ્યું, એટલામાં દેવીએ પ્રહાર કર્યો કે જેથી તેના ડોળા બહાર નીકળી ભૂમિ "ઉપર પડયા. “હારો અપયશ થશે એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કઈ એક મરતા બાકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડયાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડયું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થશે. લેકે કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા, તેને જેવાથી ઘણા લેકે શ્રાવક થયા. આ રીતે દિવસ ચરિમ ઉપર એકાક્ષનું દષ્ટાંત કહ્યું. પછી સંધ્યાવખતે છેલ્લી એ ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબ અર્ધો અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ આરતી–દીવાસ્વરૂપ જિનપૂજા કરવી. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત શ્રાદ્ધવિધિપ્રકરણની “શ્રાદ્ધવધિકૌમુદી ટીકામાં પ્રથમ દિનકૃત્યવિધિને ગુજરાતીમાં અનુવાદ આગમાદારક આચાર્ય આનન્દસાગરસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય આચાર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ. સા. ન શિષ્ય રત્ન પ્રવચન પ્રભાવક ગણિવર્યશ્રી મહાશશસાગરજી મ. સા. દ્વારા સંપૂર્ણ થયો.