________________
નિજ નિજ ગુણ ઠાણાને લેખે;
[૪૪૭
૬. રૃ. કુમારને ભયંકર સકેંટમાં સપડાયેલા જોઈ ને ચંદ્રચૂડ દેવતા હાથમાં મ્હોટા મુગર લઈ વિદ્યાધર રાજાને પ્રહાર કરવા ઊઠયા. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઈ દુઃશાસન સરખા વિદ્યાધર રાજા શીઘ્ર ક્ષેાભ પામ્યા. તથાપિ ઘણુ ધૈય` પકડી પેાતાના સર્વ ભુજાએથી, સ` શિકિતથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યા. દેવતાની શકિત અચિત્ય અને કુમારનુ ભાગ્ય અદ્ભુત હાવાથી ચંદ્રચૂડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતવ્ર માણુસ ઉપર ઉપકારની માફ્ક નિષ્ફળ ગયા.
જેમ ઇંદ્ર વાવડે પર્વતને તેાડી પાડે, તેમ ક્રોધથી દુર થયેલા ચંદ્રચૂડે મુગરવર્ડ પાતાની સર્વ શકિતથી વિદ્યાધર રાજા ઉપર પ્રહાર કર્યાં ત્યારે કાયર માણસના પ્રાણ નીકળી જાય એવા ભયકર અવાજ થયેા. વિદ્યાબળથી અહંકારી થયેલા, ત્રલેાકયને જીતવાની સત્તા રાખનાર એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ્ર સરખું મજબુત માથું તે પ્રહારથી છેદાયું નહિ. તથાપિ તેની બહુરૂપ ધારણ કરનારી મહાવિદ્યા ભય પામીને જ કે શુ'! કાગડાની પેઠે શીઘ્ર નાસી ગઈ. દેવતાની સહાય આશ્ચર્યકારી હેાય એમાં શક નથી. આ કુમાર સ્વભાવથી જ શત્રુઓને રાક્ષસ સરખા ભયંકર લાગતા હતા. અને તેમાં અગ્નિને સહાયકારી જેમ વાયુ મળે, તેમ તેને જેના પરાભવ ન કરાય એવા દેવતા સહાયકારી મળ્યા. ” એમ વિચારી બીકણુની માફ્ક વિદ્યાધર રાજા નાસી ગયા, કહ્યુ છે કે-જે ભાગે તે જીવે.
66