________________
૪૪૬] તસ સાધન તું જે જે દેખે, [શ્રા. લિ. મર્મ જાણનાર કુમારે, અસ્ત્રાવડે જેમ વાળ કાપે તેમ તેનાં સર્વ શસ્ત્રો તેડી નાંખ્યાં. પછી કુમારે સંગ્રામમાં એક બારીક અર્ધચન્દ્ર બાણવડે વિદ્યાધરનું ધનુષ્ય તોડયું ને બીજા અર્ધચંદ્ર બાણથી કેઈથી ન ભેદાય એ વિદ્યાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યો. ઘણું અજાયબ છે કે એક વણિકુમારમાં પણ એવું અલોકિક પરાક્રમ હતું. લાખના રસ સરખે લેહીને ઝરનાર અને છાતીમાં થએલા પ્રહારથી દુઃખી થયેલે વિદ્યાધર રાજા હથિયાર વિનાને હોવાથી પાન ખર ઋતુમાં પાંદડાં વિનાના થએલા પીપળાના ઝાડ જે. થયો. વિદ્યાધર રાજા તેવી સ્થિતિમાં હતું, તે પણ ક્રોધાંધ થઈ તેણે વેગ બહુ હોવાને લીધે કેઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરૂપિણી વિદ્યાવડે કર્યા. વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રકટ કરેલાં તે લાખ રૂપે પવનના તેફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં, તે સમયે પ્રલયકાળને ભયંકર વાદળાં સરખાં તે રૂપથી સર્વ પ્રદેશ રોકાયેલ હોવાથી આકાશ ન જોવાય એવું ભયંકર થયું. રત્નસાર કુમારે જ્યાં જ્યાં પોતાની નજર ફેરવી ત્યાં ત્યાં ભંયકર ભુજાના સમુદાયથી ન જવાય એ વિદ્યાધર રાજા જ તેના જેવામાં આવ્યું. એટલું થયું તે પણ કુમારને અજાયબ ન લાગ્યું, અને કિંચિત્માત્ર પણ ભય ન લાગે. ધીર પુરુષે કલ્પાંતકાળ આવી પડે તે પણ કાયર થતા નથી, પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી. ઠીક જ છે, સંકટને વખત આવે ધીર પુરુષે અધિક પરાક્રમ પ્રગટ કરે છે.