________________
દિ. કુ.] કરે કરમને બંધ, સુણે, (૧૦૦) [૪૨૧ વાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયેલી નજરથી અને બીજા એવાં જ લક્ષણેથી હું તે નક્કી એમ અનુમાન કરું છું કે તે એક કન્યા છે. એમ ન હોત તે તે પૂછયું ત્યારે તેનાં નેત્ર આંસુથી કેમ પૂરેપૂરાં ભરાઈ ગયાં? એ સ્ત્રીજાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરુષને એવા લક્ષણને સંભવ જ નથી. તે ઘનઘેર પવન નહોતું, પણ તે કાંઈક દિવ્ય સ્વરૂપ હતું. એમ ન હોત તે તે પવને પેલા તાપસકુમારને જ હરણ કર્યો, અને આપણે બે જણાને કેમ છોડી દીધા? હું તે નક્કી કહી શકું છું કે, તે કેઈક બિચારી ભલી કન્યા છે, અને તેને કઈ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરેખર એમ જ છે. દુષ્ટ દેવ આગળ કેનું ચાલે એમ છે? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, ત્યારે જરુર તને જ વરશે. કેમકે, કલ્પવૃક્ષ જોયું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે રહે? જેમ સૂર્યને ઉદય થએ ત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની છૂટે છે, તેમ તે કન્યા પણ હાર શુભ કર્મને ઉદય થએ દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે. એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંય શીઘ મળશે. કેમકે, ભાગ્યશાળી પુરુષને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર ! હું જે કલ્પના કરીને કહું છું તે હારે તે કબૂલ રાખવી. એ તે સત્યપણું અથવા અસત્યપણું થોડા કાળમાં જણાઈ જશે, માટે હે કુમાર ! તું ઉત્તમ વિચારવાળે છતાં મુખમાંથી ન ઉચ્ચારાય એ આ વિલાપ કેમ કરે છે? આ વાત વીર પુરુષને શોભતી