________________
કo] ભાખે આલ અજાણુ, સુણે (૭) [શ્રા. વિ દેખાય છે, માટે હે સ્વામિન્ ! આપની આજ્ઞા થાય તે હું કુમારની ખેળ માટે એક પાળાની માફક તુરત જઉં. દૈવ ન કરે, અને કદાચ કુમાર ઉપર કાંઈ આપદા આવી પડે તે, હું હર્ષ ઉત્પન્ન કરનારાં વચને વગેરે સંભળાવી તેને સહાય પણ કરૂં. પછી શેઠના મનમાં જે અભિપ્રાય હતે તેને મળતી વાત કરનાર પિપટને શેઠે કહ્યું કે “હે. ભલા પિપટ! તે બહુ સારું કહ્યું. હારુ મન શુધ છે, માટે એ વત્સ! હવે તું શીઘ જા. અને ઘણા વેગથી ગમન કરનારા એવા રત્નસારકુમારને વિકટ માર્ગમાં સહાય કર. લક્ષમણ સાથે હોવાથી રામ જેમ સુખે પાછા આવ્યા. તેમ હારા જે પ્રિય મિત્ર સાથે હોવાથી તે કુમાર પિતાની વાંછા પૂર્ણ કરીને સુખે નિશ્ચયથી પાછે પિતાને સ્થાનકે આવશે.” શેઠના એવાં વચન સાંભળી પિતાને કૃતાર્થ માનનારે તે માનવંત પોપટ શેઠની આજ્ઞા મળતાં જ, સંસારમાંથી જેમ સબુધિ માણસ બહાર નીકળે છે, તેમ શીu. પાંજરામાંથી બહાર નીકળે. બાણની પેઠે ગમન કરનાર તે પિપટ તુરત જ કુમારને આવી મળે. કુમારે પિતાના
ન્હાનાભાઈની પેઠે પ્રેમથી બોલાવી ખળામાં બેસાર્યો. જાણે રત્નસારની પ્રાપ્તિ હોવાથી પ્રમાણ વિનાના અહંકારમાં આવ્યું હોય નહિ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અશ્વોને નગરની પાછળ ભાગોળમાં જ મૂકયા. બુદ્ધિશાળી પુરુષ મતિમંદપુરુષને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અધરને પાછળ મૂકેલા બાકીના ઘોડા પ્રથમથી જ નિરુત્સાહ હતા, તે થાકી ત્યાં જ ઊભા રહ્યા.