________________
૩૯૮] મહાનિશિથ મઝાર. શ્રિા. વિ. અને તેથી તેને ત્રીશ હજાર સૌનૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળવ્યું, તેથી તે માટે શેઠ થયે. તે જ ભવમાં ધર્મનું માહાત્મ્ય કેટલું સાક્ષાત દેખાય છે? એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઈ સુમિત્ર શેઠને ઘેર એકલે જ ગયે. ત્યારે સુમિત્ર શેઠ કોડ મૂલ્યને રત્નને હાર બહાર મૂકીને કોઈ કાર્યને અંગે ઘરમાં ગયે અને તુરત પાછો આવ્યા. એટલામાં રત્નને હાર કયાંયે જતો રહ્યો. ત્યારે
અહિં બીજે કઈ આવ્યો નથી માટે તે જ લીધે” એમ કહી સુમિત્ર ધનમિત્રને રાજસભામાં લઈ ગયે. ધનમિત્રે - જિનપ્રતિમાના અધિષ્ઠાયક સમકિતી દેવતાને કાઉસ્સગ કરી
પ્રતિજ્ઞા કરવા માંડી. એટલામાં સુમિત્રની એાટીમાંથી જ રત્નને હાર નીકળ્યો. તેથી સર્વ લોકોને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ્ય રીતે કહ્યું, “ગંગદત્ત નામને ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગંગદને પિતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિસ્મતનું રત્ન કેઈન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું, શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તે પણ પિતાની સ્ત્રીને વિષે મોહ હોવાથી ગંગદને તેને બહારા સગાવ્હાલાઓએ જ તે ચેર્યું છે.” એમ કહી ખોટું આળ દીધું, પછી શેઠની સ્ત્રી બહું દિલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી વ્યંતર થઈ. મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થશે. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાખ્યા. હમણાં રત્નને હાર હરણ કર્યો. હજી પણ સર્વસ્વ હરણ કરશે અને ઘણું ભવ સુધી વેરને બદલે વાળશે.