________________
૩૬] બેઉ ભેદે ગૃહી ધાર; [શ્રા. વિ. પહેરવું, બોલવું એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણ. આ સંબંધી વિસ્તારથી લખતા નથી. ૬. ૮૦ વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા
વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુધિથી પસા મેળવવા સંબંધી આ પ્રમાણે દષ્ટાંત છે– વિનયપુર નગરમાં ધનવાન એ વસુભદ્રને ધનમિત્ર નામને પુત્ર હતું. નાનપણમાં તેના માતા-પિતા મરણ પામવાથી તે ઘણે દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણે દરિદ્રી થયે. તરૂણ વયમાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઈને ધન મેળવવા પરદેશ ગયે. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર. રાજાદિકની સેવા વગેરે ઘણું ઉપાય કર્યા, તે પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ, ગજપુર નગરમાં કેવળી ભગવાનને પિતાને પૂર્વભવ પૂ. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણ એવો ગંગદત્ત નામને ગૃહપતિ રહેતું હતું. તે મત્સરી હતી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કેઈને લાભ થતું હોય તે તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયે. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચિત્યવંદન કરવાને અભિગ્રહ બરાબર પાળે. તે પુણ્યથી હે ધનમિત્ર ! તું ધનવાન વણિકને પુત્ર થયે અને અમને મળે. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયા. જે જે રીતે કર્મ કરાય છે, તે જ રીતે