________________
૩૮૮] મુનિને દયા ન હએ વૃથા [શ્રા. વિ. થીજ તેમ કહી દેવું, પણ મિથ્યાવચન કહીને ખાલી કેઈને ધકકા ન ખવરાવવા. સમજુ લોકોએ કોઈને કડવાં વચન ન સંભળાવવાં. પિતાના શત્રુઓને તેવાં વચન સંભળાવવાં પડે છે તે પણ અન્યક્તિથી અથવા બીજા કઈ બહાનાથી સંભળાવવાં. જે પુરૂષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરણા, ભાઈ, તપસ્વી, વૃધ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈદ્ય, પિતાની સંતતિ, ભાઈયાત, ચાકર, બહેન, આશ્રિત લેકે, સગાં-સંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે. એક સમ્મુ સૂર્ય તરફ ન જેવું તેમજ ચંદ્ર-સૂર્યનું ગ્રહણ, ઊંડા કૂવાનું પાણી અને સંધ્યા સમયે આકાશ ન જેવું. સ્ત્રી-પુરૂષને સંજોગ, મૃગયા, તરૂણ અવસ્થામાં નગ્ન સ્ત્રી, જાનવરની કીડા અને કન્યાની નિ એટલા વાનાં ન જેવા વિદ્વાન . પુરૂષ પિતાના મુખને પડછાયો તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લેહમાં ન જુએ. કારણ કે, એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનને ભંગ, ગઈ વસ્તુને શોક તથા કેઈને નિદ્રાભંગ કેઈ કાળે પણ ન કરવો. ઘણાની સાથે બૈર ન કરતાં ઘણા મતમાં પિતાને મત આપવો. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞ પુરૂષોએ સર્વે સારા કાર્યમાં અગ્રેસર થવું. માણસે કપટથી પણ નિસ્પૃહપણું દેખાડે તે પણ તેથી ફળ નીપજે છે. પુરૂષોએ જે કૃત્ય કરવાથી કેઈનું . નુકસાન નીપજે એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસની કઈ કાળે અદેખાઈ કરવી નહીં.