________________
૩૪] જિનને વિનય કહ્યો ઉપચાર. (૮૮: શ્રિા, વિ. વહાર ન કરવાનું કારણ એ છે કે તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે એથી પ્રીતિ વધે છે; પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે જ્યાં ઘણી પ્રોતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં, એક વાદવિવ , બીજો પૈસાને વ્યવહાર અને ત્રીજુ તેની પછવાડે તેની સ્ત્રી–સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે સંસારી કામમાં પણ સ્વજનેની સાથે એકદીલપણું રાખવાથી જ પરિણામ સારું આવે છે, તો પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું હોવું જ જોઈએ. કેમકે, તેવા કાર્યોને આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વ સંઘનાં કાર્યો એકદિલથી થાય તેમાંજ નિર્વાહ તથા શોભા વગેરેને સંભવ છે, માટે તે કાર્યો સર્વની સંમતિથી કરવાં. સ્વજનની સાથે એકદિલ રાખવા ઉપર દૃષ્ટાંત. ૮. ૭૯ સંપ ઉપર પાંચ આંગળીઓનું દષ્ટાંત-પ્રથમ તર્જની (અંગુઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સર્વ કાર્યોમાં પ્રથમ હોવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી ભવરવામાં ડાહી હોવાથી અહંકાર પામી મધ્યમા (વચલી) આંગળીને કહે છે, “તારામાં શા ગુણ છે ?” મધ્યમાએ કહ્યું. “હું સવે આંગળીઓમાં મુખ્ય મહેટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તંત્રી, ગીત, તાલ, વગેરે કળામાં કુશળ છું. કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દેષ, છળ વગેરેને નાશ કરવાને માટે ચપટી