________________
દિ. કૃ] તો પણ જિનપૂજાએ સાર, [૩૭૩ તેમને હંમેશાં આદરસત્કાર કરવો. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તે પોતાની પાસે રાખવા. સ્વજનેને માથે કોઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પોતે પણ હંમેશાં ત્યાં જવું તથા તેઓ નિધન અથવા ગાતુર થાય તે તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કરવો. કેમકે-રોગ-આપદા-દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છતે તથા રાજદ્વારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનને ઉદ્ધાર કરવો તે ખરેખર જોતાં પોતાને ઉધાર કરવા બરાબર છે, કેમકે રહેટના ઘડા જેમ ભરાય છે અને ખાલી થાય છે તેમ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કેઈની દરિદ્રી અથવા કે પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દેવથી આપણે સાથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વે આપણે જેમના ઉપર ઉપકાર કર્યા હોય તેઓ જ આપણે અત્પદાથી ઉધાર કરે. માટે અવસર આવે સ્વજનોને સંકટમાંથી ઉદ્ધાર કરવોજ પુરૂષે સ્વજનોની પૂછે નિંદા ન કરવી; તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુકવાદ ન કરવો, કારણ કે તેથી ઘણાકાળની પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દોસ્તી ન કરે, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરે. પુરૂષે સ્વજન ઘરમાં ન હોય અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હોય તે તેના ઘરમાં પ્રવેશ ન કરવો, તેમની સાથે પૈસાને વ્યવહાર ન કરવો, તથા દેવનું, ગુરૂનું અથવા ધર્મનું કાર્ય હોય તેમની સાથે એકદીલ થવું. સ્વજનેની સાથે પૈસાને વ્ય