________________
દિ, કૃ] નાવિ જાણે ઉતરતા નઈ [૩૧ ઘરનું કામકાજ કરી શકે ત્યાં સુધી માને છે અને ઉત્તમ પુરુષો તે જાવજીવ તીર્થની પેઠે માને છે. પશુની માતા પુત્રને જીવતે જોઈને ફક્ત સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે, ઉત્તમ પુરુષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યથી સંતોષ પામે છે અને લોકેન્સર પુરૂષોની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે. ભાઈઓનું ઉચિતઃ પિતાના સગા ભાઈના સંબંધમાં
ગ્ય આચરણ એ છે કે તેને પોતાની માફક જાણવ, ન્હાના ભાઈને પણ મોટા ભાઈ માફક સર્વ કાર્યમાં બહુ માનવો. મોટા ભાઈ માફક” એમ કહેવાનું કારણ એ છે કે, જયેઠે જાતા પિતુઃ સમઃ” એટલે મોટા ભાઈ પિતા સમાન છે–એમ કહ્યું છે, જેમ લક્ષ્મણ શ્રી રામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકા ન્હાના ભાઈએ પણ મારા ભાઈની મરજી માફક ચાલવું. એ રીતે જ ન્હાના-હોટ ભાઈઓનાં સ્ત્રી, પુત્ર વગેરે લોકોએ પણ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું. ભાઈ પિતાના ભાઈને જુદો ભાવ કદિ ન દેખાડે, મનમાંને સારો અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવૃત્ત. તથા ડું પણ ધન છાનું ન રાખે. વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય, તથા ઠગ લોકોથી ઠગાય નહીં. ધન છાનું ન રાખે એટલે કે મનમાં દરો રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુઃખ પડશે ત્યારે ઉપગી થશે તે ખ્યાલથી કાંઈ ધનને સંગ્રહ કરવો જોઈએ, એમધારી જે કાંઈ છૂપું રાખે તો એમાં દોષ નથી. ભાઈને શિખામણઃ હવે નઠારી સેબતથી પિતાને ભાઈ