________________
દિ. કૃ] જે પણ દ્રવ્ય ક્રિયા પ્રતિપાલે, [૩૪૩ આપનારો બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતા. તે સુપાત્રદાનના પ્રભાવે સૌધર્મદેવલેકે જઈ વી, પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણીકપુત્ર થયે. તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું, અંતે તે સેચનક ૧લી નરકે ગ. ૩ અન્યાયથી ઉપજેલું ધન અને સુપાત્રદાન. સારાક્ષેત્રમાં હલકું બીજવાવવાથી જેમ અંકુરા ઊગે છે, પણ ધાન્ય થતું નથી, તેમ આનાથી પરિણામે સુખને સ બંધ થાય છે તેથી રાજાઓ, વ્યાપારિઓ અને ઘણા આરંભથી ધન મેળવનારલોકને તે માનવા લાયક થાય છે. કેમકે–એ લક્ષમી કાશયષ્ટિની પેઠે ભાવિનાની અને રવિનાની છતાં પણ ધન્યપુરુષોએ તેને સાતક્ષેત્રમાં લાવીને સેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્રે અને કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રે દાન કરવું એ જ ઉત્તમ છે. સ્વાતિનક્ષત્રનું જળ સર્પના મુખમાં પડે તે ઝેર અને છીપના સંપુટમાં પડે તે મેતી થાય છે, પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલે ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમલમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લોકપ્રસિદ્ધ છે. મહેટા આરંભ-સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે તે, તે ધનથી આ લેકમાં અપયશ અને પરલોકમાં નરક પ્રાપ્ત થાય. અહિં મમ્મણશેઠ વગેરેનાં દષ્ટાંત જાણવાં. ૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રદાન, એથી માણસ