________________
૩૪૨] તેહજ છનવર દેખે છે. [શ્રા, વિ રીતે તેની મૂઠીમા આપ્યા. બીજા બ્રાહ્મણે તે જોઈ છેડા ગુસ્સે થયા. તેમના મનમાં એ વહેમ આવ્યું કે,
રાજાએ કાંઈ સારી વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી બીજા બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા બીજા સર્વે બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કેઈનું છે માસમાં, તે કોઈનું તેથી થોડી મુદતમાં ખપી ગયું, પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તે પણ ન્યાયથી ઊપજેલા તેથી ખુટયા નહીં'. વળી અક્ષય નિધિની પિઠે તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાર્જિત ધન ઉપર સેમ રાજાની કથા છે. દાનની ચભંગી-૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ પુણ્યાનુબંધિપુણ્યનું કારણ હેવાથી ઉત્કૃષ્ટ દેવતાપણું યુગલિયાપણું તથા સમતિ વગેરેને લાભ અંતે મેક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. ધનસાર્થવાહ, શાલિભદ્ર વિ.ના દષ્ટાંતે જાણવાં. ૨ ન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રદાન એ પાપાનુબંધિપુણ્યનું કારણ હોવાથી કેઈ કઈ ભવમાં વિષયસુખને દેખીતે લાભ થાય પણ અંતે તેનું પરિણામ કડવું જ નિપજે છે. લાખબ્રાહ્મણને જમાડનાર જેમ. ૬. ૭ર એક બ્રાહ્મણે લાખબ્રાહ્મણને ભેજન આપ્યું. તેથી તે કેટલાક ભાગમાં વિષયભેગ આદિ સુખ ભોગવી મરીને સર્વાગ સુંદર અને સુલક્ષણ અવયને ધારણ કરનારે સેચનક નામે ભદ્રજાતિને હાથી થશે. તેણે લાખ બ્રાહ્મણને જમાડયા ત્યારે બ્રાહ્મણને જમતાં બચેલું અન્ન સુપાત્રે દાન