________________
૩ર) એ સવેગ પાખીજી; [શ્રા. વિ. તે માટે શ્રાવકે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિકવાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પિતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરનાં પુણે ઘણા દ્રવ્યને વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુણે ન્હાનાં કહેવાય છે, એ વાત સત્ય છે, તે પણ દરરોજનાં પુણ્યો નિત્ય કરતા રહીએ તે તેથી પણ હોટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજન પુણ્ય કાર્ય કરીને જ અવસરનાં પુણ્ય કાર્ય કરવાં એ ઉચિત છે. ધન અલ્પ હોય તથા બીજા એવાં જ કારણ હોય તે પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કરે. કહ્યું છે કે-ઘેડું ધન હોય તે થોડામાંથી થોડું પણ આપવું, પણ હેટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઈચ્છા માફક દાન આપવાની શક્તિ કયારે? કોને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજેજ કરવું. પાછલે પહેરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું; કારણ કે મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે છે, “એણે પિતાનું કર્તવ્ય કેટલું કર્યું છે અને બાકી રાખ્યું છે?” દ્રવ્યાપાજનને યત્ન સદા કર-દ્રવ્ય ઉપાર્જન માટે યથાગ્ય ઉદ્યમ પ્રતિદિન કરે, કેમકે-વણિક, વેશ્યા, કવિ ભટ્ટ, ચોર, ગારા, બ્રાહ્મણ એટલા લેકે જે દિવસે કાંઈ લાભ ન થાય તે દિવસ નકામે માને છે. થેડી લક્ષમી મળવાથી ઉદ્યમ છેડી ન દે. માઘે કહ્યું છે કે-જે પુરુષ છેડા પૈસા મળવાથી પિતાને સારી સ્થિતિમાં આવેલ માને, તેનું દૈવ પણ પિતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની