________________
૩૩] . જે નવિ ફૂલે ફેકે છે. (૮૦) [શ્રા. વિ. થવાને સંભવ છે. પરદેશે બહુલાભ થાય તે પણ ઘણા કાળ સુધી ન રહેવું, કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે. કાષ્ઠશ્રેષ્ઠિ આદિની પેઠે લેવા–વેચવા આદિ કાર્યના આરંભમાં, વિક્રને નાશ અને ઈચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગોતમાદિકનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવન, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વ કાર્ય સફળ થાય છે. ધનનું ઉપાર્જન કરવાને અર્થે જેને આર–સમારંભ કરે પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મકૃત્યના નિત્ય હેટા મને રથ કરવા કહ્યું છે કે વિચારવાળા પુરુષે નિત્ય મોટા મોટા મને રથ કરવા, કારણ કે પિતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ. ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલે યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલે, સંકલ્પ પણ નિષ્ફળ જતા નથી.
લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મરથ લાભના અનુસારથી સફળ કરવા, કેમ કે ઉદ્યમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે, માટે જે સુપાત્રે દાન ન કરે તે ઉદ્યમ અને લક્ષ્મી અને દુર્ગતિનાં કારણ થાય છે. સુપાત્રે દાન દે, તે જ પોતે ઉપાર્જન કરેલી લક્ષમી તે ધર્મની અદ્ધિ કહેવાય, નહીં તે પાપનીઝદ્ધિ,