________________
દિ ] મુનિ ગુણ રાગે પુરા શૂરા, [૩૨૩ કેટલાક ચેરેની સાથે ઘણી વસ્તુ લઈને આવ્યા. તે વણિકે ચેરેને ઓળખી પોતાના દ્રવ્યની માગ કરી તેથી કલહ થયે, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછ્યું. “દ્રવ્ય આપ્યું તે વખતે કઈ સાક્ષી હતું?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “આ હારે સાક્ષી છે.” ચોરોએ કહ્યું. “હા કે સાક્ષી છે તે દેખાડ” વણિકે દેખાડશે. ત્યારે ચોરોએ કહ્યું. “તે આ નથી. તે કાબરચિત્રો હતો અને આ તે કાળે છે.” આ રીતે પોતાને મુખે જ ચોરેએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. થાપણ કેમ રાખવી-કેમ વાપરવી–થાપણ મૂકવી કે લેવી હોય તે છાની મૂકવી નહીં; કે લેવી નહી. પણ સ્વજનેને સાક્ષી રાખીને જ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવાય પણ નહી, તે પછી વાપરવાની તે વાત જ શી? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તે તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તે સંઘના સમક્ષ તે ધર્મ સ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ વિનાશ પામે છે. પાછળથી માણસના દયાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે. અને વૃથા કર્મબંધ