________________
દિ. કૃ] સૂત્ર વિરૂદ્ધ જે આયરે, [૨૯૫ છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ત્રાણુના સંબંધથી જ પુત્ર થયા. દ. ૫૫ લાવડ શેઠનું દષ્ટાંત-ભાવડનામે એક શ્રેષ્ઠી હતો તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો, તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં, તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યયેગે દુષ્ટ પુત્ર થશે. તે ઘરમાં રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષનીચે તેને મૂકો. - તે બાળકે પ્રથમ રુદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ નયા હું તમારી પાસે માગું છું, તે આપે; નહીં તે તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠીએ પુત્રને જન્મત્સવ કરી છે દિવસે એક લાખ સેર્નયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યા. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ત્યારે મરણ પામ્યા. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ન તથા શુકન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મહારે ઓગણીશ લાખ સેનયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સેનૈયા ખરચીને કાશમીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચકેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયે. દસ લાખ સોનયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શવંજયે ગયે. ત્યાં લેપ્યમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણ રત્નની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે ત્રણ ભવાંતરે વાળવું પડે છે.