________________
૨૭૪] તે નવિ જાણએ રૂડાંરે તુજ. (૬) [શ્રા. વિ. કરવાથી, ઉચિત આચારનું આચરણ કરવાથી, પિતાના ધર્મને નિર્વાહ કરતાં દ્રપાર્જનની ચિંતા કરે. વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મનવચન-કાયાની નિર્મળતા (સરળતા) છે. તે જ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં આથી વ્યવહારશુદ્ધિ થાય છે. વળી દેશાદિક વિરુદ્ધને ત્યાગ કરીને વ્યાપાર કરતાં પણ જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે તે પણ ન્યાયપાર્જિત વિત્ત ગણાય છે. ઊચિત આચારનું સેવન કરવાથી એટલે લેવડદેવડમાં જરા માત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયપાજિત વિત્ત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પિતાને ધર્મ બચાવીને એટલે કે પિતે અંગીકાર કરેલ વ્રત પચ્ચકખાણ અભિગ્રહનો બચાવ કરતાં ધન ઉપાર્જન કરવું, પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લેભમાં મુંઝાઈને પોતે લીધેલાં નિયમ વ્રત–પચ્ચખાણ ભૂલી જઈ ધન કમાવવાની દષ્ટિ રાખવી નહીં. કેમકે ઘણું જણને પ્રાયે વ્યાપાર વખતે એમજ વિચાર આવી જાય છે કે
એવું જગતમાં કંઈ નથી, કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરુષે ઘણા જ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય ઉપાર્જન કરવું. ”
અહીં અર્થચિતા કરવી એમ આગમ કહેતું નથી, કારણ કે, માણસ માત્ર અનાદિ કાલની પરિગ્રહની સંજ્ઞાથી પિતાની મેળેજ અર્થ–ચિન્તા કરે છે. કેવલિ–ભાષિત આગમ તેવા સાવધ વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શા માટે કરાવે?