________________
શિથિલ વિહારીએ આચર્યા,
[૨૧
દિ. ] રમાં જઈ તારા ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટ બાંધેલેા છે ત્યાં આવી, અને પેાતાના શી'ગડાના અગ્રભાગથી તે ઘંટને હલાવી વગાડયા. આ વખતે રાજા ભાજન કરવા બેસતા હતા, છતાં તે ઘટના શબ્દ સાંભળી ખેલ્યા કે અરે કાણુ ઘંટ વગાડે છે? નાકરેએ તપાસ કરી કહ્યું કે સ્વામી ! કોઈ નથી. સુખેથી ભાજન કરો. રાજા ખેલ્યા આ વાતના નિર્ણય થયા વિના કેમ ભેાજન કરાય ? એમ કહી ભાજન કરવાના થાળ એમજ પડતા મૂકી પોતે ઊડીને દરવાજા આગળ જીવે છે તા ત્યાં બીજા કોઈને ન દેખતાં ગાયને દેખી તેને કહેવા લાગ્યા કે શું તને કઈ પીડા ? તેણીએ માથું ધુણાવીને હા કહ્યાથી રાજા ખોલ્યેા. ચાલ મને દેખાડ, કાણુ છે ? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ ચાલવા લાગ્યા. જે જગાએ વાછરડાનું કલેવર પડેલુ હતુ. ત્યાં આવી તે ગાયે બતાવ્યુ.
ત્યારે તેના પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નાકરાને હુકમ કર્યાં કે, જેણે આ વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યુ. હેાય તેને પકડી લાવા. આ હકીકત કેટલાક લાકે જાણતા હતા, પરંતુ તે રાજપુત્ર હેાવાથી તેને રાજા પાસે કોણ લાવી આપે ? એવું સમજી કેાઈ એલ્યુ નહી. તેથી રાજા આયેા કે, જયારે આ વાતના નિણૅય અને ન્યાય થશે ત્યારેજ હુ` ભાજન કરનાર છું, તે પણ કાઈ ખેલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં જ ઊભા એક લાંઘણુ થઈ ત્યારે રાજપુત્ર પાતે જ આવી રાજાને કહેવા લાગ્યા.