________________
ર૭૦] તેહ અશુદ્ધ આચરે રે છે તુજ, (૬૭) [શ્રા. વિ. મશ્કરીમાં માસતુષ કહીને હસે છતાં મુનિ સમતાભાવમાં રહ્યા બાર વર્ષ સુધી આ પદ યાદ ન થયું. પરંતુ સંવેગ અને સમતા ભાવમાં રહેવાથી કેવલજ્ઞાન પામ્યા. દ્રવ્ય ઉપાર્જન વિધિ-જિનપૂજા કરી જોજન કર્યા પછી જે રાજા હોય તે રાજસભામાં, મંત્રી વિ. મહેટ હેદ્દેદાર હેય તે ન્યાયસભામાં, વ્યાપારી હોય તે બજારે, દુકાને કે પિતાપિતાના એગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એ રીતે દ્રવ્ય ઉપાર્જન કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે ધનવાન છે, આ માન્ય છે કે અમાન્ય છે, તથા ઉત્તમ મધ્યમ અધમ જાતિ–કુળ સ્વભાવનો વિચાર કરીને ન્યાય કરે. ૬.૫૦ ન્યાય ઉપર યશોવર્માનું દષ્ટાંત-કલ્યાણકટકપુર નગરે યશવમ રાજા રાજ્ય કરતા હતા. તે ન્યાયી હતા. મહેલની આગળ એક ન્યાયઘંટ બાંધે હતો. એકદા અધિષ્ઠાયિકા દેવીને એ વિચાર થયો કે, “જે ન્યાયઘંટ બાંધ્યો છે તે ખરે છે કે ખોટે છે તેની પરીક્ષા કરવી જોઈએ.” એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વત્સની સાથે કીડા કરતી રાજમાર્ગો વચ્ચે ઉભી રહી. એવા અવસરમાં તેજ રાજાને પુત્ર દોડતા ઘોડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતે તેજ માર્ગે આવે. ઘણાજ વેગથી ચાલતી ઘોડાગાડીનું ચક ફરી જવાથી તે વાછરડો તત્કાળ ત્યાં જ મરણ પામે; જેથી ગાય પિકાર કરવા લાગી અને જેમ રેતી હોય એમ આમતેમ જોવા લાગી, તેને અવાજ કરતાં કંઈક પુરુષે કહ્યું કે રાજદર