________________
મ દ્વિવિધ તસ નવિ લહે
[૨૫૭
દિ. Ë.] પણ બે પ્રકારના—જાત અને અજાત. જાત પણ એ પ્રકારના એષણીય અને અનેષણીય. એષણીય પણ એ પ્રકારના. લબ્ધ, અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક અજાત, અનેષણીય અને અલબ્ધ એટલા અભક્ષ્ય છે અને બાકી ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ કુલત્થ=કલથી ને કુલસ્થ એ અર્થ અને માસ=મહિના, અડદ, અને તાલમાપ ત્રણ અર્થ જાણવા. એવી રીતે થાવચાપુત્રઆચાયે એધ કર્યો ત્યારે પોતાના હાર શિષ્ય સહિત શુકપરિવ્રાજકે તેમની પાસે દીક્ષા લીધી. થાવ ચાપુત્રઆચાય પેાતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થ સિદ્ધિ પામ્યા, પછી શુકાચાયે શૈલકપુરના શૈલક નૃપ તથા તેના પાંચસે મત્રીને પ્રતિબેાધિ દ્વીક્ષા આપી, પાતે સિદ્ધિપદ પામ્યા. શેલકમુનિ અગિયારઅંગના જાણ થઈ પેાતાના પાંચસા શિષ્યાની સાથે વિચરે છે.' હુંમેશાં લૂખાઆહાર વાપરવાથી શેલકમુનિરાજને ખસ, પિત્ત વિ. થયા. વિહાર કરતા શેલકપુરે આવ્યા, ત્યાં સંસારી પુત્ર મંદુક રાજા હતેા, પેાતાની વાહનશાળામાં રાખ્યા. પ્રારુક ઔષધના અને પથ્યના સારા ચેગ મળવાથી શેલક મુનિરાજ રાગ રહિત થયા, પણ સ્નિગ્ધ આહારની લેાલુપતાથી વિદ્વાર ન કરતાં તે ત્યાં જ રહ્યા. પછી પથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ માટે રાખી બીજા સાધુઓએ વિહાર કર્યાં.
એક સમયે કાર્તિક ચામાસીના શેલકમુનિ સ્નિગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણ સમયે પથકે ખમાવવાને અર્થે પગે માથું અડાડવુ', તેથી તેમની નિદ્રા ઉડી ગઈ
શ્રી. ૧૯