________________
રપ એક ગ્રહે વ્યવહારે; [શ્રાવિ મંત્રીઓને શ્રાવક કરી સૌધિકા નગરીમાં આવ્યા. તે સમયે વ્યાસને પુત્ર શુક નામે પરિવ્રાજક ત્યાં પિતાના હજાર શિષ્ય સહિત હતે. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાઠી, અંકુશ, પવિત્રક અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતા હતા. તેનાં વસ્ત્ર ગેરુથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારે હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતું હતું. તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પિતાને શૌચમૂળ ધર્મ લેવરાવ્યા હતા. થાવસ્થાપત્ર આચાર્યો તેને જ ફરી પ્રતિબધ કરી વિનયવાળા જિનધર્મ અંગીકાર કરાવ્યું. પછી સુદર્શન શેઠના દેખતાં શુક તથા થાવસ્થાપત્ર આચાર્યને એક બીજાને નીચે મુજબ પ્રશ્નોતર થયા.
શુક પરિવ્રાજકા–“હે ભગવન્! સરિસવય ભક્ષ્ય છે, કે અભક્ષ્ય છે?” થાવગ્ના-પુત્ર-“હે શુક સરિસવ ભક્ષ્ય છે, અને અભક્ષ્ય પણ છે. તે આ રીતે -સરિસવય બે પ્રકારે મિત્ર-સરિસવય (સરખી ઉમ્મરના) અને બીજા ધાન્ય સરિસવય (શર્ષવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે. ધાન્ય સરિસવય બે પ્રકારના-શસ્ત્રથી પરિણમેલા શસ્ત્રથી ન પરિણમેલા શસ્ત્રથી પરિણમેલા બે પ્રકારના-પ્રાસુક અને અપ્રાસુક. પ્રાસુક