________________
૨૫o] છોડી પંથ અોગ છે સે. (૬૨) [શ્રા. વિ. ન બેસવું. ગુરુના સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગ કે બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે–પલાંઠી વાળવી, એઠિંગણ દેવું, પગ લાબાં કરવા, વિકથા કરવી, ઘણું હસવું, વિ. ગુરુ પાસે વર્જવાં. દેશના સાંભળવાની રીતિ અને ભાભ
વળી કહ્યું છે–શ્રાવકે નિદ્રા તથા વિકથા વજી મન-- વચન-કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી બરાબર ઉપયોગ સહિત ભકિતથી બહુમાનપૂર્વક ગુરુને ઉપદેશ સાંભળ. વળી સિધ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરુની આશાતના ટાળવાને માટે ગુરુથી સાડાત્રણહાથનું અવગ્રહ ક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુરહિત ભૂમિએ બેસીને ધર્મ દેશના સાંભળવી. લાભ– કહ્યું છે કે–શાસ્ત્રથી નિદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારું, સદ્ગુરૂના. મુખરૂપ મલયપર્વતથી ઉત્પન્ન થયેલું ચંદનરસ સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરુષને જ મળે છે.
ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનને નાશ થાય, સમ્યફત્વનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસનાદિ કુમાર્ગની નિવૃત્તિ, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ, કષાય આદિ દેષને ઉપશમ થાય, વિનયાદિ ગુણોની પ્રાપ્તિ, કુસંગતિને ત્યાગ, સત્સંગતિને લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય, મેક્ષની ઈચછા, શક્તિ માફક દેશરિતિ કે. સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી